Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : સ્થાનકવાસી-દેરાવાસી જૈન સંઘોના સમુહ પારણા

Video : સ્થાનકવાસી-દેરાવાસી જૈન સંઘોના સમુહ પારણા

સ્થાનકવાસી જૈન સંઘનો વરઘોડો (શોભાયાત્રા) યોજાઇ : દેરાવાસી જૈન સંઘનો વરઘોડો બપોરે 3 વાગ્યે ચાંદીબજાર ચોકથી નિકળશે

- Advertisement -

ગઇકાલે જૈનોના પર્યૂષણ પર્વનો છેલ્લો દિવસ હતો. આજે જામનગર શહેરમાં તપસ્વીઓના પારણા થયા હતાં. જેમાં વિશાશ્રીમાળી દેરાવાસી સંઘના પારણા અમૃતવાડી, તંબોલી માર્કેટ પાસે આવેલ વાડીમાં યોજાયા હતાં. જ્યારે સ્થાનકવાસી જૈન સંઘના પારણા ચાંદીબજારમાં આવેલ લોકાગચ્છની વાડીમાં યોજાયા હતા. ઉપરાંત સ્થાનકવાસી જૈન સંઘના તપસ્વીઓનો વરઘોડો (શોભાયાત્રા) આજે સવારે 8:30 કલાકે યોજાયો હતો.

- Advertisement -

પર્યૂષણ મહાપર્વ પૂર્ણ થયા બાદ આજે સવારે વિશાશ્રીમાળી જૈન દેરાવાસી સંઘના પારણા અમૃતવાડીમાં યોજાયા હતાં. પ.પૂ. શાસન પ્રભાવક ચંદ્રોદયસુરિશ્ર્વરજી મ.સા.ના શિષ્યરત્ન સરસ્વતિ સાધક પ.પૂ. આચાર્યદેવ વિજય કુલચંદ્રસુરિશ્ર્વરજી મ.સા. આદિઠાણાની નિશ્રામાં 30 (માસક્ષમણ) 6, 27 ઉપવાસ 1, 16 ઉપવાસ-5, 11 અને 9 ઉપવાસ 21, 8 ઉપવાસ 120, 7 ઉપવાસ-1, 6 ઉપવાસ-3, 3 ઉપવાસ-77, ચૌસઠ પહોરી પૌષધ-18 મળી કુલ તપર્શ્ર્ચા 252 થયેલ છે. આ સંઘનો તપસ્વીનો વરઘોડો (શોભાયાત્રા) બપોરે 3 વાગ્યે યોજાશે.

- Advertisement -

સ્થાકવાસી જૈન સંઘનો આજે સવારે 8:30 કલાકે વરઘોડો ચાંદીબજારથી શરુ થઇ સેન્ટ્રલ બેંક, હવાઇચોક, પંચેશ્ર્વરટાવર, બેડી ગેઇટ, દિપક ટોકિઝ, રતનબાઇની મસ્જિદ થઇ પરત ચાંદીબજારમાં ચાંદીબજારમાં લોકાગચ્છની વાડીએ તપસ્વીઓએ પારણા કર્યા હતાં. જેમાં પટેલ કોલોની પાઠશાળા સ્થાનકવાસી હાલારી સંપ્રદાયના પ.પૂ. કેશવજી મ.સા.ની નિશ્રામાં 6 તપસવી, તેજપ્રકાશ સોસાયટી ઉપાશ્રય શ્રમણ સંઘમાં પ.પૂ. ચરિત્રશિલાજી મ.સા. આદી 3ની નિશ્રામાં 8 તપસવી, કે.ડી. શેઠ ઉપાશ્રયમાં પ.પૂ. માલતિબાઇ સ્વામી આદિ ઠાણા 2ની નિશ્રામાં 8 તપસવી, જૈન પ્રવાસી ગૃહ ઉપાશ્રયમાં પ.પૂ. મંજુલાબાઇ સ્વામી આદિ ઠાણા-3ની નિશ્રામાં 12 તપસવી, સ્થાનકવાસી જૈન સંઘ ચાંદીબજારમાં જેએમવી શાહ ઉપાશ્રયમાં પ.પૂ. કુંદનબાઇસ્વામી આદિ ઠાણા-2ની નિશ્રામાં 29 તપસયા, રણજીતનગર ઉપાશ્રયમાં જ્ઞાનગચ્છના પ.પૂ. ઉપમાજી મહાસતીજી આદિ ઠાણા-3માં 19 તપસવી તથા સાધના કોલોનીમાં 2 તપસવીઓએ પારણા કર્યા હતાં. સ્થાનકવાસી જૈન તપસ્વીઓના પારણામાં મહાપાલિકાના સ્ટે. ચેરમેન નિલેશભાઈ કગથરા, જૈન અગ્રણી અજયભાઈ શેઠ સહિતના જૈન આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular