Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરVideo : જામનગર બ્રહ્મ સોશિયલ ગુ્રપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા

Video : જામનગર બ્રહ્મ સોશિયલ ગુ્રપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા

- Advertisement -

જામનગર બ્રહ્મ સોશિયલ ગુ્રપ દ્વારા આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા 2023 યોજાઈ હતી. જેમાં 23 ભાઈઓ, 20 બહેનો અને 13 બાળકોએ ભાગ લીધો હતો.

- Advertisement -

આ સ્પર્ધામાં જામનગર ઉપરાંત ખંભાળિયા, લાલપુર, ભાણવડ, જામકંડોરણાના સ્પર્ધકો એ પણ વરસતા વરસાદમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે લાડુ મુખ્યત્વે ચોખ્ખુ ઘીમાંથી બનાવેલા દાળ સાથે પીરસવામાં આવે છે. સતત 14 મા વર્ષે આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતાઓને મોમેન્ટો, સર્ટીફિકેટ, તેમજ રોકડ પુરસ્કાર અર્પણ કરાયા હતાં. આ સ્પર્ધાને સફળ બનાવવા પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી, પ્રોજેકટ ચેરમેન આનંદભાઈ દવે, મંત્રી મનિષભાઈ રાવલ તથા દિપાલીબેન પંડયા અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular