Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાંથી લાપતા થયેલા ત્રણ તરૂણો હરિયાણામાંથી મળી આવ્યા

Video : જામનગરમાંથી લાપતા થયેલા ત્રણ તરૂણો હરિયાણામાંથી મળી આવ્યા

જામનગર પોલીસને મહત્વની સફળતા : 20 દિવસની જહેમત રંગ લાવી : ગુરૂકુળમાં રહેવાનું અને અભ્યાસ કરવાનું મન લાગતું ન હોવાથી જતાં રહ્યાં

- Advertisement -

જામનગર શહેરમાં આવેલા પ નવતનપૂરીધામ ખીજડા મંદિરમાં રહેતાં અને 20 દિવસ પહેલાં કોઇને કહ્યા વગર ચાલી ગયેલા ત્રણ બાળકોને જામનગર સીટી એ ડીવીઝન પોલીસે જુદી-જુદી બે ટીમ બનાવી ભારે જહેમત બાદ હરિયાણાથી શોધી કાઢયા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા શ્રી 5 નવતનપૂરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહેતાં નેપાળ અને સીક્કીમના ત્રણ તરૂણનું ગત તા.30 ના રોજ અપહરણ થયાના બનાવમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા તથા જે.વી. ચૌધરી તથા પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, સંજયસિંહ વાળા તથા મગનભાઈ ચંદ્રપાલ, હેકો દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, દેવાયભાઇ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, પો.કો. રવિ શર્મા, વિજય કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા, હરદીપ બારડ, ઋષિરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા સહિતના સ્ટાફે જુદી જુદી બે ટીમ બનાવી હતી અને શહેરી વિસ્તારના 100 થી 150 જેટલા સીસીટીવી કેમેરા તપાસતા આ બાળકો સાપર પાટીયા સુધી ગયા હતા અને ત્યારબાદ ઈકો ગાડીમાં ખંભાળિયા રેલવે સ્ટેશન અને ત્યાંથી રાજસ્થાન જતી ટ્રેનમાં ગયા હોવાનું જણાયું હતું.
ત્યારબાદ પોલીસની તપાસમાં ત્રણેય બાળકો જયપુરથી સુલતાનપુર એકસપ્રેસમાં જતાં જોવા મળ્યા હતાં અને તે વિસ્તારના સીસીટીવી કેમેરાઓ તપાસતા આ ત્રણેય બાળકોની શોધખોળ માટે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં 500 થી વધુ સીસીટીવી ફુટેજો અને ટેકનિકલ એનાલિસીસના આધારે ત્રણેય તરૂણો હરિયાણા રાજ્યના રેવાડી ગામમાં આવેલા બસંત સ્વીટ્સ એન્ડ રેસ્ટોરન્ટમાં હોવાની બાતમીના આધારે પોલીસે ત્રણેય તરૂણોને શોધી કાઢી પૂછપરછ હાથ ધરતા તરૂણોને પરિવારથી દૂર ખીજડા મંદિરમાં અભ્યાસ કરવાનો અને ગુરૂકૂળમાં રહેવામાં મન લાગતું ન હોવાથી કોઇને જાણ કર્યા વગર જતા રહ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular