Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસાધના કોલોનીના જર્જરીત મકાનમાં વસવાટ બંધ કરવા ચેતવણી

સાધના કોલોનીના જર્જરીત મકાનમાં વસવાટ બંધ કરવા ચેતવણી

જામનગરની સાધના કોલોનીમાં રહેવાસીઓના જર્જરીત મકાનો તાકિદે મરામત કરાવવા અન્યથા સલામત સ્થળે ખસી જવા માટે ગુજરાત હાઉસીંગ બોર્ડ દવારા નોટિસ આપવામાં આવી છે. સાધના કોલોનીમાં એલ-13 પાસે લગાવવામાં આવેલી જાહેર નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, જર્જરીત મકાન રીપેર કરવાની તેમજ તેની જાળવણી કરવાની જવાબદારી સોસાયટીની રહે છે. ગુજરાત હાઉસીંગ બોર્ડની આ અંગે કોઇ જવાબદારી થતી નથી. ત્યારે સાધના કોલોનીમાં તાજેતરમાં સર્જાઇ તેવી અન્ય કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે જર્જરીત મકાનોમાં તાકિદે વસવાટ બંધ કરવા ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular