જામનગરમાં શરૂ સેકશન રોડ ઉપર આવેલી સરલાબેન આવાસ યોજનામાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની સમસ્યા સર્જાતા અને રજૂઆત છતાં કોઇ ઉકેલ નહીં આવતા આવાસના રહેવાસીઓ ખાસ કરીને મહિલાઓએ સમર્પણ પાણીના ટાંકા પાસે ઘેરાવ કર્યો હતો.
મહિલાઓએ પાણીના ટાંકે જામ્યુકોના વોટરવર્કસ વિભાગના જવાબદાર અધિકારીઓને પાણી મુદે રજૂઆત કરી હતી.