Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : વાવાઝોડાના કારણે મોકૂફ રહેલી જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

Video : વાવાઝોડાના કારણે મોકૂફ રહેલી જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

તા. 13 સપ્ટેમ્બરે આગામી અઢી વર્ષ માટે પ્રમુખની ચૂંટણી યોજાશે : મયાબેન ગડચર વિચરતી જાતિના એકમાત્ર ઉમેદવાર હોય, પ્રમુખપદે નિશ્ર્ચિત

- Advertisement -

અગાઉ બિપરજોય વાવાઝોડાના કારણે મોકૂફ રાખવામાં આવેલી જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને કારોબારીની બેઠક આજે યોજાઇ હતી. પ્રમુખ ધરમશી ચનિયારાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સામાન્ય સભામાં જુદી જુદી સમિતિઓની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી હતી. જ્યારે 15માં નાણાપંચ અન્વયે સૂચવાયેલા કામોના સુધારા પણ મંજૂર કરવામાં આવ્યા હતાં. બેઠકમાં પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સૂચવવામાં આવેલા વિકાસ કામોના અધિકાર સુપ્રત કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

જ્યારે 2023-24 અંતર્ગત નાણાપંચના મંજૂર થયેલા કામોના સ્થળની વિગતો પણ નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત સભ્યો માટે પ્રશ્ર્નોતરી પણ યોજવામાં આવી હતી. દરમિયાન હાલના જિલ્લા પંચાયત પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતો હોય, તા. 13 સપ્ટેમ્બરના રોજ નવા પ્રમુખની ચૂંટણી માટે ફરીથી સામાન્ય સભા યોજાશે. જામનગર જિલ્લા પંચાયતનું પ્રમુખપદ આગામી અઢી વર્ષ માટે વિચરતી જાતિના મહિલા સભ્ય માટે અનામત રખાયું છે.
જિલ્લા પંચાયતમાં વિચરતી જાતિના એકમાત્ર મહિલા સભ્ય મયાબેન ગડચર હોય, તેઓ બિનહરિફ જાહેર થશે. નિયમનુસાર તા. 12ના રોજ તેઓ પ્રમુખપદ માટે પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કરશે. દરમિયાન સામાન્ય સભા બાદ બપોરે 4 વાગ્યે પંચાયતની કારોબારી બેઠક પણ યોજવામાં આવી છે. જેમાં પંચાયત કચેરીમાં સાધનોની ખરીદી, સિંચાઇ વિભાગના જુદા જુદા કામો, આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય કેન્દ્રના કામોને બહાલી આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular