જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાઇ રહેલાં લોકમેળા અંતર્ગત ટ્રાફિકને ધ્યાનમાં રાખી 6 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સર્કલ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સવારે 9 થી રાત્રિના 12 વાગ્યા સુધી બંધ કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ રસ્તો બંધ થતાં તેના વૈકલ્પિક રૂટ તરીકે ભારે વાહનો સાત રસ્તા સર્કલથી સુમેર કલબ રોડ થઇને લાલપુર બાયપાસ ચોકડી તરફ જઇ શકશે. આ ઉપરાંત સાત રસ્તા સર્કલથી જનતા ફાટક ચોકડી થઇને વાહનો સાંઢિયા પુલ થઇ રાજકોટ રોડ તરફ જઇ શકશે. જયારે વિકટોરિયા પુલ તરફથી આવતા વાહનો અંબર ચોકડી, જી.જી. હોસ્પિટલ પંચવટીથી થઇ શરૂ સેકશન માર્ગે સાત રસ્તા અને એસટી તરફ જઇ શકશે.
આ જાહેરનામું રસ્તાની આજુબાજુ રહેતા રહેવાસીઓ એમ્બ્યુલન્સ તેમજ ફાયરના વાહનોને લાગુ પડશે નહીં.