રાજસ્થાન રાજ્યના કનોટા પોલીસ સ્ટેશનના હત્યાની કોશિષ/એટ્રોસિટી એકટના કેસમાં છેલ્લા 14 વર્ષથી નાસતા-ફરતાં આરોપીનું મૃત્યુ થયું હોય, જામનગર પેરોલ ફર્લો સ્કવોડે આરોપીનું નામ લિસ્ટમાંથી કમી કરવા રાજસ્થાનના કનોટા પોલીસને મોકલી આપ્યું હતું.
આ અંગેની વિગત મુજબ રાજસ્થાન રાજ્યના કનોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાની કોશિષ/એટ્રોસિટી એકટના કેસનો આરોપી વિજયસિંહ ભીખુભા જાડેજા છેલ્લા 14 વર્ષથી નાસતો-ફરતો હોય, આ દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયાને મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરતાં આરોપીનું વર્ષ 2011માં મૃત્યુ નિપજ્યું હોય, નાસતા-ફરતા આરોપીના મૃત્યુને લગત કાગળો મેળવી વધુ કાર્યવાહી માટે રાજસ્થાનના કનોટા પોલીસને કાગળો મોકલી આપ્યા હતાં.