જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતી મહિલા એક સપ્તાહ પૂર્વે ગામની મુખ્ય બજારમાંથી પસાર થતી હતી ત્યારે ગામમાં જ રહેતાં શખ્સે મહિલાને પૈસા દેખાડી બિભત્સ ઈશારા કરી છેડતી કરી હતી. સરાજાહેર મહિલાની છેડતી આચરનાર શખ્સની ધરપકડ માટે પોલીસે શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતી મહિલા ગત તા.26 ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં કારાભુંગામાં દુકાન પાસેથી પસાર થતી હતી ત્યારે સીક્કામાં જ રહેતો મુકેશ દેવજી પંડયા નામના શખ્સે જાહેર રોડ પરથી પસાર થતી મહિલાને એકલી જોઇ બિભત્સ ઈશારા કરી પૈસા દેખાડયા હતાં જેથી મહિલા ગભરાઇને તેના ઘર તરફ જવા લાગતા રોમિયો મુકેશ પંડયાએ મહિલાનો પીછો કરી છેડતી કરી હતી. ત્યારબાદ મહિલા ડરીને તેના ઘરે જતી રહી હતી. બાદમાં મહિલા દ્વારા સીક્કા પોલીસ સ્ટેશનમાં મુકેશ દેવજી પંડયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી મુકેશની ધરપકડ કરવા શોધખોળ આરંભી હતી.