Monday, December 23, 2024
Homeરાજ્યદહેરાદૂન અને દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે

દહેરાદૂન અને દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે

સાંસદ મોહનભાઈ કુંડારિયા 4 સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરશે સ્ટોપેજ નું શુભારંભ

- Advertisement -

સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ વાંકાનેર સ્ટેશન પર સવારે 7.00 કલાકે આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ 4 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર સોમવારે સવારે 07.28 વાગ્યે આવશે અને સવારે 07.30 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 8 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર શુક્રવારે બપોરે 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે. વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular