મુસાફરોને સુવિધા આપવા માટે પશ્ર્ચિમ રેલ્વેએ સમાન રચના, સમય, સ્ટોપેજ અને રૂટ સાથે વિશેષ ભાડા પર ઓખા-નાહરલાગુન ટ્રેન ના ફેર લંબાવ્યા છે. વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલાગુન સ્પેશિયલ 05.09.2023 થી 26.09.2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09526 નાહરલાગુન – ઓખા સ્પેશિયલ 09.09.2023 થી 30.09.2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09525 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 30મી ઑગસ્ટ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.gov.in ની મુલાકાત લઈ શકે છે. તમે Indianrail.gov.in ની મુલાકાત લઈને અવલોકન કરી શકો છે.