Saturday, December 6, 2025
Homeરાજ્યવીજ કરંટ લાગતા તથીયાના આધેડનું મૃત્યુ

વીજ કરંટ લાગતા તથીયાના આધેડનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના તથિયા ગામમાં રહેતો ખેડૂત તેના ખેતરે કપાસમાં પાણી વારતો હતો તે દરમિયાન સ્ટાર્ટર કેબલમાં અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના તથીયા ગામે રહેતા રણમલભાઈ કાનાભાઈ પિંડારિયા નામના એક ધરતીપુત્ર પોતાની વાડીએ કપાસમાં પાણી વારતા હતા, ત્યારે આ વાડીમાં રહેલા સ્ટાર્ટર કેબલમાં તેમને જોરદાર વિજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ લખમણભાઈ પિંડારીયા દ્વારા કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચ જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular