Thursday, January 2, 2025
Homeરાષ્ટ્રીયરોજગાર મેળો : 51,000ને નિમણુંક પત્ર

રોજગાર મેળો : 51,000ને નિમણુંક પત્ર

દેશમાં 45 સ્થળે કરાયું આયોજન : પ્રધાનમંત્રી મોદીનું વર્ચ્યુઅલ સંબોધન

- Advertisement -

કેન્દ્ર સરકારના જુદા-જુદા વિભાગોમાં 10 લાખ કર્મચારીઓની ભરતી માટે ચલાવવામાં આવી રહેલાં અભિયાન અંતર્ગત આજે દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં 51,000થી વધુ નોકરી મેળવનાર યુવાનોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી નોકરી મેળવનાર યુવાનોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતું.

- Advertisement -

આ ભરતી મેળામાં કેન્દ્રિયગૃહ મંત્રાલય અંતર્ગત સીઆરપીએફ, બીએસએફ, એસએસબી, આસામ રાઇફલ્સ, સીઆઇએસએફ, આઇટીબીપી, એનસીબી, દિલ્હી પોલીસ વગેરે વિભાગોમાં નિમણુંકો આપવામાં આવી હતી.
કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેકટર, જેવી પોસ્ટ પર આપવામાં આવેલી નિમણુંકને કારણે આંતરિક સુરક્ષા મજબુત બનશે. આતંકવાદનો સામનો કરવા તેમજ ડાબેરી ઉગ્રવાદને નાથવા તથા દેશની સરહદોની રક્ષા કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીએ નવનિયુકત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular