Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરVIDEO - વ્હેલી તકે જામનગરને મળશે વંદે ભારત ટ્રેન : સાંસદ પૂનમબેન

VIDEO – વ્હેલી તકે જામનગરને મળશે વંદે ભારત ટ્રેન : સાંસદ પૂનમબેન

જામનગર-તિરૂનવેલી ટ્રેનના એલએચબી રેંકને લીલીઝંડી આપતા સાંસદ

- Advertisement -

પશ્ચિમ રેલવે દ્વારા જામનગર તિરૂનવેલી અને હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનોમાં એલએચબી રેંક લગાડવામાં આવ્યા છે. જેનો શનિવારે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા લીલીઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

- Advertisement -

સંસદસભ્ય પૂનમબેન માડમે જામનગર સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી નવા રૂપાંતરિત એલએચબી રેકનો આરંભ કરાવ્યો હતો. ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનેલવેલી અને ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનો પરંપરાગત રેકની જગ્યાએ નવા રૂપાંતરિત એલએચબ તરીકે સાથે દોડશે.

- Advertisement -

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સ્વાગત કર્યું હતું. આ તકે હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું કે જામનગર-તિરુનેલવેલી અને હાપા-મડગાંવ એક્સપ્રેસ જેવી લાંબાઅંતરની ટ્રેનોમાં એલએચબી રેકની સુવિધા મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ જામનગરને ખૂબ ઓછી રેલ સુવિધાઓ મળતી હતી પરંતુ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ જામનગરને રેલ સુવિધાઓમાં વધારો થયો છે. તાજેતરમાં ઇલેકટ્રીક ટ્રેનો પણ જામનગરથી દોડતી થઇ છે અને આગામી 2024માં કાનાલુસ સુધીનો ડબલ ટ્રેકનું કામ પણ પૂર્ણ થઇ જશે. આ ઉ5રાંત હાપાથી વડોદરા સુધીની વંદે ભારત ટ્રેન પણ શરુ કરવા પ્રયાસો થઇ રહ્યાં છે. જે ખૂબ જલ્દી સફળ થશે અને જામનગરને પણ વંદે ભારત ટ્રેન મળી જશે.

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે સંસદ સભ્ય પૂનમબેન માડમનો રેલ સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ ભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. ડો. વિમલ કગથરા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બામભણિયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, મુકેશભાઇ દાસાણી, અશોકભાઇ નંદા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ કોર્પોરેટરો તથા ભાજપાના કાર્યકરો, હોદ્ેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular