Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : ફેસબુકના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

Video : ફેસબુકના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરના નાગરિકોના ફેસબુક એકાઉન્ટનું અનઓથોરાઈઝડ એકસેસ મેળવી ફેસબુક મેસેન્જર દ્વારા ફેસબુક આઈડીનો દૂરઉપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરતા ગુનેગારોમાંથી વધુ એક શખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના એક ફરિયાદીની તેના ફેસબુક મિત્રના ફેસબુક મેસેન્જર દ્વારા મેસેજ આવ્યો હતો કે, તેનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. તેના પાંચ ફેસબુક મિત્રોને ઓટીપી આપે તો ફેસબુક એકાઉન્ટ ફરીથી શરૂ થઈ જશે. જેથી ફરિયાદીએ કોઇપણ જાતની ખરાઇ કર્યા વગર ઓટીપી આરોપીને આપી દીધો હોય જે બાદ ફરિયાદીના ફેસબુક એકાઉન્ટમાંથી પણ અન્ય ફેસબુક મિત્રો પાસેથી રૂપિયાની માંગણી કરી ફરિયાદીના ફેસબુક મિત્રોનું આઈડી હેક થયું હોય તેવા ચાર ભોગ બનનાર દ્વારા ફરિયાદ કરાઇ હતી. આ કેસમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ તપાસમાં હતી.

- Advertisement -

આ દરમિયાન સાયબર ક્રાઈમના પો.કો. રાજેશભાઈ પરમારને ટેકનીકલ એનાલિસીસ દરમિાન મળેલ માહિતીના આધારે સતત તપાસમાં રહી આરોપીના લોકેશન રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય જેના આધારે વોચ ગોઠવી વિરેન કેતન ગણાત્રા નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular