Friday, December 5, 2025
Homeરાજ્યજામનગર-તિરુનવેલી અને હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનો કઇંઇ રેક સાથે દોડશે

જામનગર-તિરુનવેલી અને હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનો કઇંઇ રેક સાથે દોડશે

સાંસદ પૂનમબેન માડમ આવતીકાલે જામનગરથી LHB રેકને લીલીઝંડી બતાવશે

મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાં થી દોડતી ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનેલવેલી અને ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનોને પરંપરાગત રેક ની જગ્યાએ LHB રેકથી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરથી 26.8.2023થી અને 29.8.2023થી તિરુનેલવેલીથી LHB રેક સાથે દોડશે. એ જ રીતે ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ

30.8.2023થી હાપાથી LHB રેક સાથે અને 1.9.2023થી મડગાંવથી LHB રેક સાથે દોડશે. આ બંને ટ્રેનોમાં કુલ 22 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 8 સેકન્ડ સ્લીપર, 3 જનરલ, 1 પેન્ટ્રી કાર, 1 લગેજ વાન અને 1 જનરેટર વેન કોચ હશે.

- Advertisement -

જામનગર સ્ટેશન પર 26 ઓગસ્ટ, 2023ના રોજ રાત્રે 8:30 વાગ્યે યોજાનાર એક કાર્યક્રમમાં સંસદસભ્ય પૂનમબેન માડમ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને લીલીઝંડી બતાવશે અને નવા રૂપાંતરિત LHB રેકના પરિચાલનનું શુભારંભ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular