Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજૈન દર્શક ઉપાસક સંઘ-પેલેસ દ્વારા સેવાકાર્યોનું આયોજન

જૈન દર્શક ઉપાસક સંઘ-પેલેસ દ્વારા સેવાકાર્યોનું આયોજન

- Advertisement -

જૈન દર્શક ઉપાસક સંધ પેલેસ જામનગર દ્વારા તા 26ના રોજ ઉપાશ્રયમા બિરાજમાન પ. પુ મુનિરાજ સુભાષિતવિજયજી મ.સા. તથા પ. પુ. મુનિરાજ નંદાર્વતવિજયજી મ.સા. તથા સાધ્વીજી ભગવંત આગમદર્શિતાશ્રીજી મહારાજની નિશ્રામા પ. પુ. પંન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મ.સા.ની પુણ્યતિથિએ ગુજરાતભરમા જીવદયા અનુકંપા-ડે મનાવવા આવશે.
પેલેસ ઉપાશ્રય, પટેલ કોલોની ઉપાશ્રય, પોપટલાલ ધારસીભાઈ ઉપાશ્રય, દેવબાગ ઉપાશ્રય, મોહનવિજય જૈન પાઠશાળા (જ્યોતિ વિનોદ) ઉપાશ્રય, અચલગચ્છ ઉપાશ્રય, જૈન ચાલ દેરાસર ઓશવાળ કોલોની ઉપાશ્રય, ચંપાવિહાર ઉપાશ્રય જોડાયેલા છે. જ્યાં ત્રણ બકેટ મુકવામાં આવશે એક રોટલી માટે, બીજુ ગોળ-મીઠાઈ માટે તથા ત્રીજામા ફ્રુટ માટે ટાઈમ સવારે 10 થી 12:30 સુધી મૂકવામાં આવશે. ત્યારબાદ શાસન સેવકો બધા સ્થળોએથી ભેગુ કરી લીમડાલેન, પાંજરાપોળ પહોચતુ કરશે. બપોરે 2 થી 2:30 વચ્ચે લીલાચારા સાથે પુજય માંગલિક બાદ ગૌ-માતાને જિન શાસનના જયકાર સાથે વિતરણ કરાશે. આ સેવાકાર્યમાં જૈનશાળાના બાળકો તથા યુવાનો અને બહેનોને મોટી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular