જામનગર શહેરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતાં બે ભાઈઓના મકાને પોલીસે રેઈડ દરમિયાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ સાથેઅ એક શખ્સને ઝડપી લઇ અન્ય શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ભીમવાસ શેરી નં.1 માં સિમેન્ટવાળા પાણીના ટાંકા પાસે રહેતાં બે ભાઈઓ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની પો.કો. મયુરરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, વિપુલ ગઢવી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ચિરાગ ચુનીભાઈ ફીસડિયા નામના શખ્સના મકાનમાંથી એક ગેસનો બાટલો, ત્રણ ગેસના ચુલા મળી અને રેગ્યુલેટર, ચાર નંગ પ્લાસ્ટિકના કેરબા, ત્રણ સ્ટીલના ડેગરા, ત્રણ મોટી પીપ, એક પ્લાસ્ટિકનું તગારુ, એક પ્લાસ્ટિકનું ગોળ ડમ દારૂ ગાળવા માટે, રૂા.1200 ની કિંમતનો 600 લીટર આથો, રૂા.500 ની કિંમતનો 25 લીટર દેશી દારૂ મળી કુલ રૂા.4700 ના મુદ્દામાલ સાથે ચિરાગ ચુનીભાઈ ફીસડિયા નામના શખ્સને ઝડપી લીધો હતો. તેમજ તેનો ભાઈ તુષાર ફીસડિયા નાશી ગયો હોય જેથી પોલીસે તુષારની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.