Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરાજ્યકક્ષાની તસ્વીર સ્પર્ધામાં જામનગરના તસ્વીરકાર કિશોરભાઈ પીઠડિયાની તસ્વીર વિજેતા...

રાજ્યકક્ષાની તસ્વીર સ્પર્ધામાં જામનગરના તસ્વીરકાર કિશોરભાઈ પીઠડિયાની તસ્વીર વિજેતા…

નિહારીકા ફોટો સોસાયટી અમદાવાદ દ્વારા તાજેતરમાં યોજાયેલા અખિલ ગુજરાત ફોટો સ્પર્ધા 2023 માં જામનગરના પીઢ તસ્વીરકાર કિશોરભાઈ પીઠડિયાની ‘કલર ઓફ લવ’ ટાઈટલની રાષ્ટ્રીયપક્ષી મોરની તસ્વીર દ્વિતિય ક્રમે વિજેતા થયેલ છે. છ જેટલા રાજ્ય અને જિલ્લા કક્ષાના પારિતોષિક વિજેતા કિશોરભાઈ પીઠડિયાને આગામી તા.19 ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિન પ્રસંગે અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવશે..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular