Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરતળાવની પાળની ઘટના માત્ર ગેરસમજ બીજું કાંઈ નહીં : સાંસદ પૂનમબેન માડમ

તળાવની પાળની ઘટના માત્ર ગેરસમજ બીજું કાંઈ નહીં : સાંસદ પૂનમબેન માડમ

પત્રકાર પરિષદમાં પૂનમબેને કરી સ્પષ્ટતા : ચંપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ સમયે કરાયેલી કોમેન્ટમાં સેલ્ફ રીસ્પેકટ ન જળવાયું - રીવાબા જાડેજા : ધારાસભ્યને મેયર અને સાંસદ સાથે જાહેર કાર્યક્રમમાં ચકમક

- Advertisement -

જામનગર શહેરમાં તળાવની પાળ ખાતે ગુરૂવારે ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ દરમિયાન ઉત્તર ધારાસભ્ય અને મેયર તથા સાંસદ વચ્ચે જાહેરમાં થયેલી ચકમક પ્રકરણમાં સાંસદે પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર ઘટના માત્ર ગેરસમજ છે બીજું કાંઈ નહીં ભાજપા એક પરિવારની ભાવના સાથે જોડાયેલો પક્ષ છે.
ઘટનાની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તોપ પાસે શહીદ સ્મારક અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં શહીદોને એક પછી એક મહાનુભાવો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન કોઠારી, વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમ તથા પ્રેરક ઉપસ્થિતિ ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ, ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા અને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા અન્ય હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. તે દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા ચંપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમની કોઇ કોમેન્ટમાં ધારાસભ્ય રીવાબા જાડેજાની સેલ્ફ રીસ્પેકટ જળવાતી ન હોવાનું જણાયું હતું. રીવાબાએ આ સંદર્ભે સાંસદ સાથે ચર્ચા કરી રહ્યા હતાં. તે દરમિયાન મેયર બીનાબેન કોઠારી વચ્ચે બોલતા ધારાસભ્યએ મેયર સાથે ઉગ્ર ચકમક થઈ હતી અને ધારાસભ્ય તથા મેયર વચ્ચેની શાબ્દિક ચકમક દરમિયાન સાંસદ પૂનમબેન માડમે જાહેર કાર્યક્રમમાં આ રીતે ઉગ્ર ચર્ચા ન કરવા ધારાસભ્યને સમજાવવા જતાં ધારાસભ્યને સાંસદ સાથે પણ ચકમક થઈ હતી. આ સમગ્ર ઘટના જાહેર કાર્યક્રમ હોવાને કારણે તમામ મીડિયા ઉપસ્થિત હોવાથી ઘટના ગણતરીના સમયમાં વાયરલ થઈ ગઇ હતી.

- Advertisement -

આ ઘટના સંદર્ભે ધારાસભ્ય રીવાબા જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ચંપ્પલ કાઢીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે સંદર્ભે સાંસદની કોઇ કોમેન્ટ કરવામાં આવી હતી જે કોમેન્ટમાં ધારાસભ્યની સેલ્ફ રિસ્પેકટ ન જળવાતી હોવાનું જણાતા તેમણે વિરોધ કરી જાહેરમાં ખુલાસો કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ મેયર બીનાબેન કોઠારી વચ્ચે પડતા ધારાસભ્ય અને મેયર વચ્ચે ઉગ્ર સંવાદો થયા હતાં. જે સંદર્ભે સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રીવાબા વચ્ચે ચકમક ઝરી હતી.

સવારથી ચાલી રહેલી ઘટના મીડિયામાં વાયરલ થવાથી ગુજરાત અને દિલ્હી સુધી આ ઘટનાના પડઘા પડયા હતાં. આ સમગ્ર પ્રકરણ અંગે ગુરૂવારે રાત્રિના સમયે સાંસદ પૂનમબેન માડમ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં સાંસદે સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરી આ ઘટના માત્રને માત્ર ગેરસમજ છે બીજું કાંઈ નહીં. ભારતીય જનતા પાર્ટી એક પરિવારની ભાવનાથી રહે છે અને આ સમગ્ર ઘટના માત્ર ગેરસમજણ છે મેયર બીનાબેન કોઠારી મારા મોટા બેન અને ધારાસભ્ય રીવાબા જાડેજા મારા નાના બેન છે અને અમે બધા એક પરિવાર જ છીએ. આ ઘટનામાં સાંસદે પ્રદેશ અધ્યક્ષ સાથે વાતચીત કર્યા બાદ કોઇ ખોટી વાતો મીડિયા દ્વારા ફેલાઈ ન જાય તે સ્પષ્ટતા કરવામાં માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular