જામનગરના ગુલાબનગર વિસ્તારમાં નંદકિશોર એપાર્ટમેન્ટમાંથી સીટી બી પોલીસે 9 શખસોને તીનપતીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 56400ની રોકડ સહિત કુલ રૂા. 1,61,400ના મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં નંદકિશોર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બલોક નં. 401માં રહેતા વૈભવ રમેશ ચતવાણી પોતાના કબજા ભોગવટાના ભાડાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની સીટી બીના પોકો પ્રદિપસિંહ રાણા હે.કો. રાજેશભાઇ વેગડ, હિતેશભાઇ મકવાણા તથા મયુરસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સુચના હેઠળ પીએસઆઇ એ.વી. વણકર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદિપસિંહ રાણા, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી, બળભદ્રસિંહ જાડેજા, હિતેશ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા રેડ દરમ્યાન વૈભવ રમેશ ચતવાણી, રાજેશ ઉર્ફે રાજુ ગોરધન રાઠોડ, નિલેશ હિતેશ રાઠોડ, વિશ્ર્વરાજસિંહ હરીસિંહ જાડેજા, જાવિદ જમાલ ખંભિયા, નિલેશ ભાણજી નકુમ, કિશન મનસુખ નકુમ, લલિત નારણ નકુમ, તાહેર સૈફુદિન ચીકાણી વોરા સહિત કુલ 9 શખ્સોને રૂા. 56400ની રોકડ રૂા. 35,000ની કિંમતના 7 નંગ મોબાઇલ ફોન તથા રૂા. 70000ની કિંમતના 3 નંગ મોટરસાયકલ સહિત કુલ રૂા. 1,61,400ની કિંમતનો મુદામાલ કબ્જે કરી કાયદેરસની કાર્યવાહી હાથ ધરી હતી.