Tuesday, January 7, 2025
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગાર દરોડામાં પાંચ મહિલા સહિત 32 ઝડપાયા

દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગાર દરોડામાં પાંચ મહિલા સહિત 32 ઝડપાયા

- Advertisement -

મીઠાપુર તાબેના પાડલી ગામે સ્થાનિક પોલીસે રાત્રિના દોઢ વાગ્યે જુગાર દરોડો પાડી, સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ભાવુભા રવાભા કારા, સંજય કચરા વાઘેલા, જગુભા ગંગાધરભા કારા, માપભા કરમણભા માણેક, દેવાભા મિયાઝરભા કારા, મુંજા કચરાભાઈ વાઘેલા, હરીશ ગાંગા ચાનપા, રણજીતભા નાયાભા જગતિયા, જગદીશભા હોથીભા કેર અને સુનિલ મંગા હાથીયા, નામના 10 શખ્સોને ઝડપી લઇ, કુલ રૂ. 17,090 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખંભાળિયામાં નવચેતન સ્કૂલ પાછળથી પોલીસે રોહિત રતિભાઈ ચૌહાણ, રાજુ હસમુખ રાજગોર અને બેજુ કારુ પરમારને રૂપિયા 950 ના મુદ્દામાલ સાથે જ્યારે તાલુકાના સલાયાના વાલ્મિકીવાસમાંથી સની ભવન જેઠવા, રવજી ગોકળદાસ ઢાકેચા, બચુ ભીખાભાઈ બારીયા અને દિપક ધનજી જેઠવાને રૂપિયા 2,790 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

કલ્યાણપુર પોલીસે ચુર ગામેથી માલદે પીઠા લગારીયા, દેવશી ગાંગા સાગઠીયા, ભાયા વિધુ ચાવડા અને પ્રતાપ રૂડા સાગઠીયાને રૂપિયા 5,310 ના મુદ્દામાલ જ્યારે આ જ ગામેથી જગદીશ કરસન સાગઠીયા, જેસા વીરા ભાટીયા, જેઠા રામા કરમુર અને અર્જુન પુંજા મકવાણાને રૂપિયા 4,890 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ભાણવડ પોલીસે ગતરાત્રે એક મંદિર પાસેથી જુગાર રમતા હિતેશ ભીખુભાઈ સોમૈયા, પુનિત વલ્લભભાઈ પતાણી અને પાંચ મહિલાઓને જુગાર રમતા ઝડપી લઇ, 10,040 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular