Monday, December 23, 2024
Homeરાજ્યહાલારઓખા મંડળના બે માથાભારે શખ્સો પાસા તળે જેલ હવાલે

ઓખા મંડળના બે માથાભારે શખ્સો પાસા તળે જેલ હવાલે

એલસીબી પોલીસની કડક કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાયદો અને વ્યવસ્થા અંગેની કડક કામગીરી કરી એક ડઝનથી વધુ માથાભારે તત્વો સામે ગુજસીટોક અંગે કાર્યવાહી કરી અને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં વિવિધ રીતે ભય ફેલાવવા બદલ દ્વારકા અને સુરજકરાડીના બે શખ્સોને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક (ઉ.વ. 23) તથા સુરજકરાડી વિસ્તારમાં રહેતા હકુભા માયાભા સુમણીયા (ઉ.વ. 30) નામના બે શખ્સો સામે સ્થાનિક પોલીસમાં મથકમાં મારામારી, એટ્રોસિટી સહિતના જુદા જુદા ગુનાઓ નોંધાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાબૂદ બની રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલી સુચના સંદર્ભ જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.એમ. દેવમુરારી તથા દ્વારકાના ઈન્ચાર્જ પી.આઈ. આકાશ બારસીયા દ્વારા ઉપરોક્ત બંને શખ્સોના ગુનાહિત ઇતિહાસની માહિતી મેળવી, આ બંને સામે સમય મર્યાદામાં પાસાની દરખાસ્ત તૈયાર કરી અને અહીંના જિલ્લા મેજિસ્ટ્રેટ અશોક શર્મા સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

- Advertisement -

ઉપરોક્ત બંને આરોપીઓ દ્વારા આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવતું હોવા અંગેની ગંભીરતાને ધ્યાને લઈ અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર કરી, તેઓ વિરુદ્ધ અટકાયત વોરંટ ઇશ્યૂ થયું હતું. જે સંદર્ભે પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી તથા એલસીબી ટીમ દ્વારા ઉપયોગ બંને શખ્સોની અટકાયત કરી અને રાણાભા માણેકને અમદાવાદની સાબરમતી જેલ ખાતે તથા હકુભા સુમણીયાને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.વી. ગળચર સાથે દ્વારકાના ઈન્ચાર્જ પી.આઈ. એ.એલ. બારસીયા, એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, ગોવિંદભાઈ કરમુર, સચીનભાઈ નકુમ, મસરીભાઈ છુછર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular