Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારધ્રોલમાંથી દારૂના જથ્થા સાથે શખ્સની ધરપકડ

ધ્રોલમાંથી દારૂના જથ્થા સાથે શખ્સની ધરપકડ

ઈકો કાર, મોબાઇલ ફોન અને દારૂ સહિત કુલ રૂા.3.25 લાખનો મુદ્દામાલ કબ્જે : રાજકોટ-જામનગરના ત્રણ શખ્સોની સંડોવણી ખુલ્લી : ખેંગારકા નજીક કારમાંથી દારૂ મળી આવ્યો : શખ્સની શોધખોળ

- Advertisement -

ધ્રોલમાં જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આહિર કન્યા છાત્રાલય નજીકથી સ્થાનિક પોલીસે બાતમી મુજબના શખ્સને આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.1,20,000 ની કિંમતની 240 બોટલ દારૂ મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી રૂા.3.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામ નજીકથી પોલીસે 72 બોટલ દારૂ અને ઈકો કાર મળી કુલ રૂા. 2,36,000 ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં આહિર કન્યા છાત્રાલય નજીક જામનગર રાજકોટ ધોરીમાર્ગ પરથી દારૂની હેરાફેરી થતી હોવાની હેકો ચંદુભા જાડેજા, પો.કો. વનરાજભાઈ ગઢાદરાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલા અને સીપીઆઇ એમ. બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી.પનારા, હેકો સી.જે. જાડેજા, પો.કો. વનરાજ ગઢાદરા અને સંજય સોલંકી સહિતના સ્ટાફે વોચ ગોઠવી પસાર થતી ઈકો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.1,20,000 ની કિંમતની 240 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રહે. મોરારસાહેબ ખંભાલિડા) ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં રાજકોટના સિધ્ધરાજસિંહ રાણા અને ધ્રોલના વિનોદ રાઘવજી કાલાવડીયા તથા હિરેન ઉર્ફે હિરકો ભરત કણઝારીયા નામના ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી રૂા.3.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીજો દરોડો, ખેંગારકા ગામથી પીપરટોડા જવાના માર્ગ પર ઈકો કારમાં દારૂનો જથ્થો લઇ જતા હોવાની હેકો ચંદુભા જાડેજા અને પો.કો. સંજય સોલંકીને મળેલી બાતમીના આધારે પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબની ઈકો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.36000 ની કિંમતની 72 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે બે લાખની ઈકો કાર અને દારૂ સહિત કુલ રૂા.2,36,000 નો મુદ્દામાલ કબ્જે કરી ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામના દિલતાજ ઉર્ફે દિલો હુશેન સમા નામના શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular