જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 57 માં કેરીની વખાર પાસે જાહેરમાં ચલણી નોટો ઉપર એકીબેકીનો જૂગાર રમાતા સ્થળે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્ર કતિયારા, અશ્ર્વિન મોહન રાજાણી, ભાવેશ મુળજી માવાણી, સતિષ હરીશ મંગે, નિશાંત શિવજી માવાણી સહિતના પાંચ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.33,300 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર એપાર્ટમેન્ટના પાર્કિંગની લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા સ્થળેથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન સુનિલ સુરેશ મકવાણા, મકબુલ અઝીઝ રાવ અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.11,620 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામજોધપુર ઘાસના ગોડાઉનની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અજય ચિમન ડાભી, જીજ્ઞેશ ઉર્ફે જીગો બુધ્ધા મેઘનાથી, નટવર ઉર્ફે અતુલ મગન પરમાર, રાજુ ઉર્ફે રાજો સુધાભાઈ વાઢેર, ભરત મગન સોલંકી નામના પાંચ શખસોને જામજોધપુર પોલીસે રૂા.11,050 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામનગરના રણજીતસાગર રોડ પર સાધના કોલોની ઢાળિયા પાસે એકી બેકીનો જૂગાર રમતા જીતેન્દ્ર નરેન્દ્ર નાખવા અને સુખદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના બે શખ્સોને પોલીસે રૂા.10750 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. તેમજ દેવગણ ઉર્ફે ચકો બ્રાહ્મણ નામનો શખ્સની શોધખોળ આરંભી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.