કાલાવડ તાલુકાના બાંગા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કરતા યુવાન તેના ખેતરે નિંદ્રાધિન હતો તે દરમિયાન ઝેરી જનાવર કરડી જતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દાહોદ જિલ્લાના દાસા ગામના વતની અને હલા કાલાવડ તાલુકાના બાંગા ગામની સીમમાં આવેલી રણુભા ચુડાસમાની વાડીમાં મજૂરી કામ કરતા મનાભાઈ ઉર્ફે મનહરભાઈ રૂપશી બારીયા (ઉ.વ.26) નામનો યુવાન સોમવારે સવારે નિંદ્રાધિન હતો તે દરમિયાન કોઇ ઝેરી જનાવર કરડી જતા બેશુધ્ધ હાલતમાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દિનેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.