ખૂન કેસના વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લઇ મધ્યસ્થ જેલ રાજકોટ સોંપવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ખુન કેસમાં રાજકોટ મધ્યસ્થ જિલ્લા જેલમાં પાકા કામના કેદી ઈશાક ઉર્ફે ઘોઘો સુલેમાન અબુ જોબણ નામનો શખ્સ વચગાળાના જામીન પરથી ફરાર થઈ નાસતો ફરતો હોય આ દરમિયાન હાલમાં જ ખડધોરાજી ગામે હોવાની પીએસઆઈ એચ.વી. પટેલ તથા પો.કો. માલદેવસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા, ધ્રોલ સર્કલ પીઆઈ એમ બી ગજ્જરની સૂચના હેઠળ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી. પટેલ, હેકો બી એ જાડેજા, પો.કો. અલ્તાફભાઈ સમા, માલદેવસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. દિગ્વીજયસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા ખડ ધોરાજી ગામેથી ઈશાક ઉર્ફે ઘોઘો સુલેમાન અબુ જોગણને ઝડપી લીધો હતો.