જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે બાઈકચોરને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં ચોરાઉ બાઈક સાથે શખ્સ પસાર થવાની બાતમીના આધારે નારણભાઈ સદાદીયા, ફેઝલભાઈ ચાવડા, પો.કો. હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, એન.બી. સદાદીયા, પો.કો. હર્ષદભાઈ પરમાર, ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી જીજે-10-સીઆર-2104 નંબરના બાઈક પર નિકળેલા ભાવેશ રાયદે ગોધમ નામના શખ્સને આંતરીને પૂછપરછ હાથ ધરતા બાઈક ચોરાઉ હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે ભાવેશની ધરપકડ કરી બાઈકચોરીનો ભેદ ઉકેલ્યો હતો.