જામનગરમાં ખંભાળિયા ગેટ બહાર આવેલ માધવરાયજી મંદિરમાં દર્શનાર્થી લોકોની શ્રદ્ધાને લઇ પુરુષોત્તમ માસમાં અનેક ઉત્સવ ઉજવાય રહ્યા છે. ત્યારે આ મંદિરની બાજુમાં હિન્દુ સેના દ્વારા પણ પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રાવણ માસને વધાવવા 50 ફૂટથી વધારે ઊંચાઈ ઉપર 21 ફૂટ નો ભગવો ધ્વજ લહેરાવી જય જય શ્રી રામના સૂત્રોચારથી ખંભાળિયા ગેટ ગુંજી ઉઠ્યું હતું.
સાથોસાથ ફટાકડા અને હિન્દુ સેના ના ખેસધારી યુવાનોના જોશથી આ સર્કલ ભગવામય બની ગયું હતું. આ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમના આયોજક હિન્દુ સેનાના પૂર્ણકાલીન કિશન નંદા તેમજ હિંદુ સેના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ, આ જ વિસ્તારના ભાજપના કોર્પોરેટર કેતન નાખવા, પ્રવિણાબેન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંજીત નાખવા, આજ વોર્ડના ભાજપ પ્રમુખ મુકેશ વસોયા, મુકેશ મંગી, એડવોકેટ સંજય દાઉદિયાની ઉપસ્થિતિમાં હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પિલાઈ, શહેર મંત્રી મયુર ચંદન, જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા,શહેર યુવા પ્રમુખ યશાંક ત્રિવેદી, મેહુલ મહેતા સચિન જોશી, આયુષ સોલંકી, બંશી પટેલ, એબિવિપીના દિવ્યરાજસિંહ, ખુશાલ બોસમીયા, ઓમ ભાનુશાલી વગેરે હાજર રહી ભગવો ધ્વજ ફરકાવ્યો હતો.