જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે સારવાર માટે ગયો હતો તે દરમિયાન ત્રાટકી તસ્કરોએ મકાનને નિશાન બનાવી તાડા તોડી ઘરવખરી અને કબાટમાં રહેલો સામાન વેર-વિખેર કરી નાખ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોચી ગયો હતો જો કે, મકાન માલિક આવ્યા બાદ કેટલી માલમત્તાની ચોરી થઇ તે અંગેની વિગતો બહાર આવશે. પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.