જામનગર વસવાટ કરતાં અને સરકારી કચેરીના નિવૃત્ત કર્મચારી અમૃતલાલ માધવજીભાઇ બોરીચા તથા આરોપી જીવાભાઇ કાનાભાઇ ગોજીયા વચ્ચે મિત્રતાનો સંબંધ હોય, જેથી આરોપીએ પોતાની અંગત જરુરીયાત માટે ફરીયાદી પાસેથી વર્ષ 2020માં રૂા. 2,20,000 હાથઉછીના લીધા હતાં અને તે રકમની પરત ચૂકવણી માટે આરોપીએ તેમના ખાતાનો ચેક આપ્યો હતો. જે મુદ્ત તારીખે ફરીયાદીએ તેના ખાતામાં જમા કરાવતાં ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરતા આરોપીને નોટીસ પાઠવેલ જેનો આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં અને ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પણ ચૂકવેલ નહીં. જેથી ફરિયાદીએ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. અદાલતે તમામ રેકર્ડ હકીકતો અને દલીલો ધ્યાને લઇ અને આરોપીને બે વર્ષની સજા અને ફરિયાદીને 2 લાખ અને 20 હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની અને હરદેવસિંહ આર. ગોહિલ રોકાયેલા હતાં.