Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં 13 સ્થળોએ જૂગાર દરોડા

જામનગર શહેર-જિલ્લામાં 13 સ્થળોએ જૂગાર દરોડા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં ઝુંપડપટીની પાસે લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા જગદીશ કાંતિ સલાટ, અમર વિનુ સલાટ, વિજય જેન્તી સલાટ, કિરીટ કાંતિ સલાટ, ચેતન વસંત રાઠોડ, શૈલેષ સવજી સલાટ નામના છ શખ્સોેને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.14,560 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

બીજો દરોડો, લાલપુર તાલુકાના ખટીયા ગામમાંથી જુગાર રમતા અમિત નારણ ટાળા, બોદુ ઉમર નોયડા, હરેશ વશરામ પરમાર, વિજય ભગવાનજી અમલાણી, ભોજા જેસા બગડા નામના પાંચ શખ્સોને રૂા.12,750 ની રોકડ રકમ સાથે લાલપુર પોલીસે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામનગર તાલુકાના પડાણા ગામ નજીક બાવળની ઝાડીઓમાંથી જૂગાર રમતા કાસમ રત્ના પરમાર, દેવા જલા રાઠોડ, ગુલાબ નટુ પરમાર, નથુ બહાદુર કાપડી, ભરત બહાદુર રાઠોડ સહિતના પાંચ શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,560 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, કાલાવડ ગામમાં માછડા સોસાયટીમાંથી તીનપતિનો જૂગાર રમતા લાલજી ભના સોંદરવા, વિપુલ તુલસી સોંદરવા, મહેશ મનજી રાઠોડ નામના ત્રણ શખ્સોને કાલાવડ પોલીસે રૂા.5690 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામનગર તાલુકાના ઝાખર ગામમાંથી જૂગાર રમતા ખોડુ સોમા લાલવાણી, હરપાલસિંહ બળવંતસિંહ જાડેજા, અશોકસિંહ ભીખુભા ચુડાસમા સહિતના ત્રણ શખ્સોને મેઘપર પોલીસે રૂા.4230 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠો દરોડો, ધ્રોલ તાલુકાના ખારવા ગામમાંથી તીનપતિનો જુગાર રમતા ધીરજ બાબુ મુંધવા, સેજાભાઈ ઉર્ફે સેજો બટુક મુંધવા, વિરમ ઉર્ફે ડાડો મોમભાઇ મુંધવા નામના ત્રણ શખસોને રૂા.3270 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા લખન વાણીયા નામના શખ્સ સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાતમો દરોડો, જોડિયા તાલુકાના તારાણા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા અંકલ ઉર્ફે અંકિત પ્રવિણ અઘારીયા, સાગર જાલા અઘારીયા, કૈલાશ મનુ ચૌહાણ, અશોક પ્રવિણ અઘારીયા, ભવના સવસી અઘારીયા, કિશોર બચુ રાઠોડ સહિતના છ શખ્સોને પોલીસે રૂા.3340 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

આઠમો દરોડો, જામનગર જિલ્લાના મેઘપર ગામના પાટીયા પાસેથી જૂગાર રમતા ગોવિંદ રત્ના પરમાર, બળદેવ ઉર્ફે બળિયો રત્ના પરમાર, હસન રોશન રાઠોડ, રાણા રોશન રાઠોડ નામના ચાર શખ્સોને મેઘપર પોલીસે રૂા.5110 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

નવમો દરોડો, જામનગર શહેરમાં અંબર ચોકડી પાસે બાવરીવાસમાંથી અલ્તાફ ફકીરા શેખ, સુરજ ઉર્ફે સુરીયા કાના કોળી, મહેબુબ અજીદ શાહમદાર નામના ત્રણ શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.2780 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે દબોચી લીધા હતાં.

દશમો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડમાં નાઘેરવાસમાંથી જૂગાર રમતા છ મહિલાઓને રૂા.2550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

અગિયારમો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાંથી જૂગાર રમતા વેજાણંદ ભીમા ગુજરીયા, ગજુ મુંજા સાદીયા, માલજી પુનસુર હાજાણી સહિતના ત્રણ શખ્સોને રૂા.1750 ની રોકડ રકમ અને ગંજીપના સાથે તથા

બારમો દરોડો, ધુંવાવ હાઉસીંગ બોર્ડ પાસેથી જૂગાર રમતા સિદીકશા ચાંદશા ફકીર, શબ્બીર અબ્બાસ રફાઇ, મહેબુબ નુરમામદ શેખ નામના ત્રણ શખ્સોને રૂા.1150 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

તેરમો દરોડો, જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા વિનોદ ડાયા મકવાણા, નિલેશ મગન બાબરીયા નામના બે શખ્સોને રૂા.1550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular