ભાણવડ તાલુકાના ભેનકવાડ ગામમાં રહેતી યુવતીને તેણીના લગ્નજીવન દરમિયાન સાસરીયાઓ દ્વારા અવાર-નવાર ત્રાસ આપી માર મારતા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના ભેનકવાડ ગામે હાલ રહેતી અને મામદભાઈ અલારખાભાઈની 23 વર્ષની પરિણીત પુત્રી અફસાનાબેન અહેમદભાઈ સરખીને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા તેણીના પતિ અહેમદ જુસબભાઈ સરખી, સાસુ હનીફાબેન તેમજ અમીન જુસબભાઈ અને યાસ્મીનબેન ઈકબાલભાઈ સરખી નામના ચાર સાસરીયાઓ દ્વારા અવારનવાર કામ બાબતે શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢી, ઢીકા પાટુનો માર મારવામાં આવતા અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં ચારેય સાસરિયાઓ સામે આઈ.પી.સી. કલમ 498 (એ), 323, 504 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.