દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા સુલતાન મુબારકખાન પઠાણના 23 વર્ષના મુસ્લિમ યુવાન ગઈકાલે રવિવારે દીવાદાંડી વિસ્તારમાં આવેલા એક સ્થળે કુદરતી હાજતે ગયા હતા, ત્યારે અકસ્માતે તેના પર ભેખડ (તોતિંગ પથ્થર) પડતા તેને માથાના તથા શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ રમજાનભાઈ આરીફભાઈ પઠાણએ દ્વારકા પોલીસને કરી છે. યુવાન ઉપર ભેખડ ધસી પડતા આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી અને રેસ્ક્યુ અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. પરંતુ યુવાનનો બચાવ થઈ શક્યો ન હતો.