ભારતના હવામાન વિભાગ દ્વારા લોકોને વરસાદ-હવામાન સહિતની કુદરતી આપદાની આગોતરી જાણકારી મળી રહે, તે માટેની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ’સચેત’ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. જે એપ્લિકેશન આપના એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં પ્લે-સ્ટોર માં જઈને ડાઉનલોડ કરવાથી તમામ પ્રકારની આગોતરી જાણકારી મેળવી શકાય છે.
ભારત સરકાર દ્વારા અગાઉ ’દામીની’ એપ્લિકેશન લોન્ચ કરાઈ હતી, અને તેના દ્વારા પણ વરસાદી વીજળી અને મોસમ ની જાણકારી મળતી હતી. હવે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ’સચેત’(જફભવયિ)ં એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જે એપ્લિકેશનને સાથે જ આપેલી લીંક મારફતે અથવા પ્લે-સ્ટોર માં માં જઈ તફભવયિં ટાઈપ કરીને ડાઉનલોડ કર્યા પછી આ એપ્લિકેશન માં આપને આપના વિસ્તારની મોસમની બે કલાક પહેલાંની આગોતરી જાણકારી નો મેસેજ મળતો થઈ જશે.
આ એપ્લિકેશન ભારતની મોટાભાગની ભાષાઓમાં લોન્ચ કરાઇ છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં એપ્લિકેશન છે, પરંતુ આપ ગુજરાતી છો તો ગુજરાતી ભાષામાં પણ ડાઉનલોડ કરી શકાય, અને તે પ્રકારના ગુજરાતી ભાષામાં મેસેજ મળતા થઈ જશે. સાથોસાથ આપજે વિસ્તારમાં રહો છો, તે વિસ્તારમાં મોસમના હાલ ચાલ કેવા છે, તે અંગે અને કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે, તે અંગેનો ઓડિયો મેસેજ તૈયાર કરેલો છે. જેના પર ક્લિક કરવાથી આપને ઓડિયો મેસેજ મળી શકશે. સાથો સાથ કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે, અને તેની માહિતી સહિતનો નકશો પણ દર્શાવેલો જોઈ શકાય છે. જેથી જામનગર અને દેવભૂમિ-દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા શહેર જિલ્લાના રહેવાસીઓએ પોતાના એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં ’સચેત’ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મોસમની અગાઉથી જાણકારી મેળવી લેવા અનુરોધ કરાયો છે.