ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજરોજ વરસેલા આઠ ઈંચ સુધીના ભારે વરસાદ સુધીના વરસાદથી તમામ નદીનાળા તથા જળ સ્ત્રોતોમાં જાણે પૂર આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરના પાદરમાં ધરમપુર વિસ્તારમાં આવેલી શ્રી મહાપ્રભુજીની બેઠક પાસે પસાર થતા વરસાદી પાણીના વહેમમાં આજરોજ સવારે ઘોડાપૂર આવ્યા હતા. ધરમપુર વાડી વિસ્તારમાંથી વ્યાપક માત્રામાં વરસાદી પાણી પુર સ્વરૂપે બેઠક તથા યોગેશ્વર નગર તરફ જતા પુલિયા પરથી વહ્યા હતા.
આટલું જ નહીં, મહાપ્રભુજીની બેઠકમાં પણ વ્યાપક પાણી ઘુસી જતા દર્શનાર્થીઓ માટે આ ધર્મસ્થળ થોડો સમય બંધ રાખવામાં આવ્યું હતું. જોકે બપોરના સમયે વરસાદ બંધ થઈ જતા પાણી ઉતર્યા હતા અને પરિસ્થિતિ કાબુમાં રહી હતી.