સમગ્ર ગુજરાતમાં મેઘમહેર વરસી રહી છે. ત્યારે આવા આહલાદાયક વાતાવરણમાં મન મૂકીને નાચવાનું મન થઈ જાય છે. ત્યારે જામનગરની ડિલાઈટ કલબ દ્વારા કલબના મેમ્બરો બહેનો માટે ‘રોમેન્ટી રેટ્રો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રેટ્રો ડાન્સ, પોલકાડોટસ, પફોમન્સ તથા વર્ધમાન ક્રોકરીનો લોગો સજાવટ એવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં જજ તરીકે મીતાબેન માંકડ, વિરાલી હરીયા તથા રચનાબેન મહેતાએ સેવા આપી હતી.
તેમજ સમગ્ર કાર્યક્રમના મેઈન સ્પોર્ન્સ વર્ધમાન ક્રોકરી તથા સીઓસી અને ઝાયડસ ગુ્રપ અમદાવાદ હતાં. આ કાર્યક્રમમાં જુદી જુદી સ્પર્ધામાં બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આશરે 900 થી વધુ બહેનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હોવાનું ડીલાઈટ કલબના વૈશાલીબેન વારીયાની યાદીમાં જણાવાયું છે.


