જામનગર તાલુકાના દરેડ ગામમાં મંદિર પાછળ ઝુંપડપટ્ટીમાં રહેતાં યુવકનો ત્રણ વર્ષનો પુત્ર રમતા-રમતા ખાડામાં પડી જતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં લાલપુર બાયપાસ રોડ પર ગણેશજીના મંદિર પાછળ આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતાં ભાવેશભાઈ જશુભાઈ સોલંકી નામના યુવાનનો પુત્ર યુવરાજ (ઉ.વ.3) નામનો બાળક ગુરૂવારે સવારના સમયે તેના ઘર નજીક રમતો હતો તે દરમિયાન અકસ્માતે ખાડામાં પડી જતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે અનુભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.