જામનગર શહેરના ન્યુ ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતાં પ્રૌઢે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ન્યુ ઈન્દીરા કોલોની શેરી નં.10 માં એરફોર્સ રોડ પર રહેતાં અને રીક્ષા ચલાવતા પ્રવિણભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.50) નામના પ્રૌઢે બુધવારે સવારના સમયે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ નવીનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.