Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતધરપકડ વોરંટમાં મહિલાની અટકાયત ન કરવા લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો

ધરપકડ વોરંટમાં મહિલાની અટકાયત ન કરવા લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો

- Advertisement -

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલની એસીબીએ રૂા.25 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ફરિયાદીની વિરૂધ્ધમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કાર્યવાહી થઇ હતી. જેમાં ફરિયાદીએ આગોતરા જામીન મેળવ્યા હતાં. જેમાં તેઓને મદદ કરવા અને ફરિયાદીના પત્ની વિરૂધ્ધ ધરપકડ વોરંટ નીકળ્યું હોય, ફરિયાદીના પત્નીની અટકાયત ન કરવા અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંદીપ લક્ષ્મણ ઉલવાએ ફરિયાદીના આરોપી સાથે વાત-ચીત કરી રૂા.25 હજારની લાંચ માંગી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝન હેઠળ પીઆઇ આર.આઇ.પરમાર તથા ટીમ દ્વારા છટકું ગોઠવી ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર મિસીલીયન રૂમમાંથી સંદીપ ઉલવાને રૂા.25 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular