કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી અને માથાકૂટ થયા બાદ માવતરે જતી રહેતા મનમાં લાગી આવતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા મંગાભાઈ મેઘાભાઈ પરમાર નામના 26 વર્ષના યુવાને બુધવાર તા.19 મીના રોજ રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક યુવાનને દારૂ પીવાની ટેવ હોય અને તેમના પત્ની સાથે પાંચેક દિવસ પહેલાં બોલાચાલી અને માથાકૂટ થયા બાદ તેણી ઘર છોડી અને માવતરે જતી રહી હતી. જે બાબત મંગાભાઈને મનમાં લાગી આવતા તેમણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પિતા મેઘાભાઈ નારણભાઈ પરમારએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગેની પોલીસે નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.