જામનગર સીટી બી પોલીસે એક શખ્સને રૂા.41,990 ની કિંમતના બે નંગ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરની જી. જી. હોસ્પિટલ કેમ્પસમાંથી રૂા.24990 ની કિંમતનો વીવો કંપનીનો તથા રૂા.16990 ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન ચોરાયાની સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ગૃહ વિભાગ દ્વારા સંચાલિત સીપીઆઈઆર મોબાઇલ એપમાં ચોરાયેલ મોબાઇલ ફોનના ઈએમઆઈ નંબરની એન્ટ્રી કરેલ હોય જે મોબાઇલ એપમાં ચોરી થયા બાદ ચોરી થયેલ મોબાઇલમાં સીમ કાર્ડ એકટીવ થતા જામનગર સીટી બી ના એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, વિપુલ ગઢવી સહિતના સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી અરૂણ અશોક પટેલ નામના શખ્સને બે નંગ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ સદર મોબાઇલ બાબતે બિલ આધાર પૂરાવા બાબતે પૂછપરછ કરતા તેની પાસે બિલ-આધાર-પૂરાવા ન હોવાનું જણાવી 20 દિવસ પૂર્વે રાજકોટ ખાતેથી એક અજાણ્યા રીક્ષાચાલક પાસેથી આ ફોન સસ્તા મળતા હોવાથી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. આ બંને ફોન ચોરીના જ હોય પોલીસ દ્વારા શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.