Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં પીજીવીસીએલના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હુમલો

દ્વારકામાં પીજીવીસીએલના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હુમલો

- Advertisement -

દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં ફરજ બજાવતા પીજીવીસીએલના કર્મચારી વીજ સપ્લાય ચાલુ કરવા જતા હતા ત્યારે એક શખ્સે તું સવારે શું કરી ને ગયો હતો તો આ પાવર બંધ થઈ ગયો ? તેમ કહી અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે પીજીવીસીએલમાં નોકરી કરતા એમ.કે. બેગ (ઉ.વ. 60) 66 કે.વી. સબ સ્ટેશન ખાતે પાવર સપ્લાય ચાલુ કરવા જતા આ સ્થળે રહેલા રામભા ધંધાભા માણેક નામના શખ્સ દ્વારા કર્મચારીને કહેલ કે “સવારે તું શું કરીને ગયો હતો, તો આ પાવર બંધ થઈ ગઈ છે?” તેમ કહી અને કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી, બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે ગેરવર્તન કરવા સબબ પોલીસે આરોપી રામભા ધંધાભા માણેક સામે આઈ.પી.સી. કલમ 332, 186 તથા 504 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular