જામનગર શહેરના લીમડાલાઈનમાં આવેલા આણદાબાવા અનાથાલય આશ્રમમાં રહેતો તરૂણ લાપતા થયા બાદ પોલીસે એક જ દિવસમાં તરૂણને શોધી તેના વાલીવારસને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં લીમડાલાઈનમાં આવેલા આણદાબાવા અનાથાલય આશ્રમમાં રહેતો તરૂણ આશ્રમમાંથી લાપતા થયા બાદ આ અંગેની આશ્રમના કર્મચારી દ્વારા પોલીસમાં વિધીવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે તપાસ દરમિયાન પો.કો. બલભદ્રસિંહ જાડેજા અને કલ્પેશ અઘારાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીની સૂચનાથી પીઆઇ એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, વિપુલ ગઢવી સહિતના સ્ટાફે ટેકનિકલ એનાલિસીસના આધારે તરૂણ પોરબંદર જવાના રસ્તે ત્રણ પાટીયા પાસે ઉભો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ તરૂણની પૂછપરછ કરતા તેણે આણદાબાવા અનાથાલય જામનગરથી દેવભૂમિ દ્વારકા સ્વીફટ કરવાના હોય પરંતુ તરૂણને દ્વારકા જવું ન હોવાથી આશ્રમમાંથી નાશી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તરૂણને તેના વાલીવારસને સોંપી આપ્યો હતો.