Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરયુવાનના આપઘાત પ્રકરણમાં પોલીસકર્મી સાળા સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ

યુવાનના આપઘાત પ્રકરણમાં પોલીસકર્મી સાળા સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ

નિવૃત્ત સસરા અને પોલીસકર્મી સાળા તથા સાસુ અને પત્નીના ત્રાસથી કંટાળી યુવાને જિંદગી ટૂંકાવી : દવા પીધા બાદ સાસરિયાઓના ત્રાસ અંગેની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો : પોલીસ દ્વારા મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના સરમત ગામના સસરા અને સાળા સહિતના સાસરીયાઓના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં મૃતકના ભાઈના નિવેદનના આધારે પોલીસે રાજકોટના પોલીસ હેડકવાર્ટરમાં રહેતા સાસરીયાઓ વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતો હરેશ બાબુભાઇ સરવૈયા નામના યુવાને ગત તા.27 ના રોજ સરમત ગામમાં આવેલા ખેતરે જઈને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દવા પીધા બાદ યુવાને રાજકોટમાં પોલીસ હેડકવાર્ટર ખાતે રહેતા નિવૃત્ત જમાદાર સસરા દેવરાજભાઈ હેમરાજભાઈ નાટડા અને સાસુ ઈન્દુબેન દેવરાજભાઈ, સાળો મયુર દેવરાજ નાટડા અને મૃતકની પત્ની નીતાબેન સહિતનાઓ દ્વારા જમાઈ હરેશને અવાર-નવાર શારીરિક- માનસિક ત્રાસ આપતા હતાં. પોલીસમાં ફરજ બજાવતા સાળો અને નિવૃત્ત પોલીસકર્મી સસરા દ્વારા હરેશ વિરૂધ્ધ ખોટી અરજીઓ કરી માનસિક ત્રાસ આપતા હતાં તેમજ રીસામણે બેસેલી મૃતકની પત્ની દ્વારા અવાર-નવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી.

પત્ની, સાસુ-સસરા અને સાળા દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને આપઘાત કરનાર હરેશે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને યુવાનના મોત બાદ મૃતકના ભાઈ હિરેન બાબુભાઈ સરવૈયા દ્વારા સીકકા પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્ની અને સાળો તથા સાસ-સસરા વિરૂધ્ધ જમાઈને ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એ.વી.સરવૈયા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular