ખંભાળિયા તાલુકાના આસોટા અને બેહ ગામની વચ્ચેના માર્ગ પર બુલેટ પર જતા પ્રૌઢે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના બેરાજા ગામની સીમમાં રહેતા કાનાભાઈ મેરામણભાઈ ચાવડા નામના 52 વર્ષના આહીર આધેડ રાત્રિના સમયે આસોટા અને બેહ ગામની વચ્ચે પોતાના જી.જે. 10 ડી.બી. 5355 નંબરના બુલેટ મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે બુલેટ સ્લીપ થઈ જવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ સાથે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકના ભાઈ ગોવિંદભાઈ મેરામણભાઈ ચાવડાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 279, 304 (અ) તેમજ એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.