જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર અને સબ ઈન્સ્પેકટરોની આંતરિક બદલી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી છે. આ પહેલાં પોલીસવડાએ અનેક પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી હતી.
દરિયાકિનારાનો વિસ્તાર ધરાવતા જામનગર શહેર અને જિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનો છે. જેના કારણે પોલીસે સતત એલર્ટ રહેવું પડે તેવી પરિસ્થિતિ રહેલી છે. થોડાં દિવસ અગાઉ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા 90 થી વધુ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ સોમવારે સાંજે પોલીસ ઈન્સ્પેકટર અને સબ ઈન્સ્પેકટરની બદલીના ઓર્ડર કરાયા છે. જેમાં પીઆઈ એ આર ચૌધરીની ટ્રાફિક શાખામાંથી સીટી સી ડીવીઝન, પી એલ વાઘેલાની સીટી સી માંથી એએચટીયુમાં, જામજોધપુરના અને હાલ એસએમસી ગાંધીનગરમાં ફરજ બજાવતા સી એચ પનારાને લીવ રીઝર્વ અને વાય જે વાઘેલાને એએચટીયુમાંથી જામજોધપુર તથા વી એસ પટેલને લીવ રીઝર્વમાંથી કાલાવડ ટાઉન ખાતે બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ઉપરાંત પી એલ વાઘેલા પાસે ગ્રામ્ય સીપીઆઈનો વધારાનો ચાર્જ તથા આર એલ કંડોરીયાનો ટ્રાફિક શાખાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
તેમજ જિલ્લામાં ફરજ બજાવતા 13 પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલીના આદેશમાં મેઘપરના વાય બી રાણાને શહેર ડીવાયએસપી કચેરીમાં, સીટી એ ના વી કે ગઢવીને ડીવાયએસપી એસસીએસટી સેલ, સીટી બી ના ડી એસ વાઢેર અને સીટી સી ના કે આર સિસોદિયાને એલઆઈબીમાં, જામજોધપુરના એમ જી વસાવાને એમઓબીમાં, સીટી સી ના એચ ડી હિંગરોજાને ગ્રામ્ય ડીવાયએસપી, એમઓબીના એમ.જે. રાવલને સીટી સી મા, ગ્રામ્ય ડીવાયએસપીના વી.કે. રાતિયાને સીટી એ માં, શહેર ડીવાયએસપીના પી.એમ.અકવાલીયાને લીવ રીઝર્વમાં, શેઠવડાળાના વાય.આર.જોશીને સીટી સી માં, પંચ એ ના આર.એલ. ઓડેદરાને શેઠવડાળા, સીટી બી ના બી.બી.કોડીયાતર ને મેઘપર, કાલાવડ ટાઉનના એચ.બી.વડાવીયાને સીટી બી ડીવીઝનમાં બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ કે.આર. સિસોદીયાને એલ.આઈ.બી.ના પોલીસ ઈન્સ્પેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.