Friday, January 10, 2025
Homeરાજ્યહાલારમેઘપર ગામમાં નિંદ્રાધિન યુવકનું સાંપ કરડી જતા મૃત્યુ

મેઘપર ગામમાં નિંદ્રાધિન યુવકનું સાંપ કરડી જતા મૃત્યુ

- Advertisement -

જામજોધપુર તાલુકાના મેઘપર ગામમાં ખેતી કામ કરતો યુવક નિંદ્રાધિન હતો તે દરમિયાન વહેલીસવારના સમયે સાંપ કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મેઘપર ગામની સીમમાં આવેલા ખેતરમાં મજુરી કામ કરતા દિલાવર નથુભાઈ મહેતા (ઉ.વ.19) નામના આદિવાસી યુવક ગત તા.16 ના રોજ નિંદ્રાધિન હતો ત્યારે વહેલીસવારના અરસામાં સાંપ કરડી જતાં સારવાર માટે ભાણવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે વાડીના માલિક પંકજભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular