Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરગોકુલનગરમાંથી 26 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

ગોકુલનગરમાંથી 26 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

રૂા.13,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

જામનગર શહેરમાં ગોકુલનગર વિજયનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રૂા.13,000 ની કિંમતની 26 નંગ દારૂની બોટલ સાથે સીટી સી પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર ગોકુલનગર જકાતનાકા વિજયનગર મહાદેવના મંદિર પાસે રહેતો હમીર ભીખા ચુડાસમાના મકાનમાં દારૂનું વેંચાણ કરતો હોવાની સીટી સી ના હેકો નારણભાઈ સદાદીયા, પો.કો. હર્ષદભાઈ પરમાર તથા હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ સીટી સી ના પીઆઈ પી.એલ. વાઘેલા, પીએસઆઈ વી.એ. પરમાર, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણભાઈ સદાદીયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજા તથા હર્ષદભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન હમીર ભીખા ચુડાસમાને રૂા.13000 ની કિંમતની 26 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular