Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા

ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં અદાલતે આરોપીને 1 વર્ષની જેલસજા અને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ કેસની ટુંકી હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી મીનાબેન ભુપતાણી ના પતિ ઈલેશભાઈ ભુપતાણી ને આરોપી પરેશભાઈ પ્રવિણભાઈ દવે એકબીજા સાથે ઘણા વર્ષોથી પરિચયમાં હોઈ તેમજ આરોપી ફરિયાદીના પતિના વ્યવસાય સાથે પણ સંકળાયેલ હોઈ, આરોપી રાજકોટમાં ચેતન હાડવેરમાં રકમની અરજન્ટ ચુકવણી કરવાની હોઈ , જેથી ફરીયાદીના પતિને વાત કરતા ફરીયાદીએ બચત કરેલ રૂપિયા તેમજ ફરીયાદીના ગુજ, સસરાએ આપેલ રકમ રૂપીયા 15,00,000 લાખ તેમજ રૂપીયા 11,22,000 લાખ એમ કુલ મળી રૂપીયા 26,22,000 રોકડા આપેલ. જે લેંણી રકમ પેટે આરોપીએ ફરીયાદીને ધી કો-ઓપ. બેન્ક ઓફ રાજકોટ લી. નો ચેક આપેલ હતો, અને ચેક આપતી વખતે એવી ખાત્રી વિશ્ર્વાસ અને ભરોસો આપેલ કે ચેક બેંકમાં જમા કરાવતા ચેક મુજબની રકમ પરત મળી જશે, તે મુજબ ફરીયાદીએ પોતાની બેંકમાં ચેક જમાં કરાવતા, તે ફંડ ઇન્શફીશીયન્ટના શેરા સાથે પરત ફરેલ હતો, ત્યારબાદ ચેક મુજબ ની રકમ દિવસ-15 માં પરત ચુકવી આપે તે મુજબ ની ફરીયાદીએ પોતાના વકિલ મારફત નોટીસ મોકલાવેલ. જે નોટીસ નો આરોપીએ કોઈ જવાબ આપેલ નહી અને ચેક મુજબ ની રકમની માંગણી કરવા છતા ચુકવેલ નહી, જેથી ફરીયાદીએ રાજકોટની અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્ુમેન્ટ એકટ તળે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.
અને તે કેસ રાજકોટનાં પ્રિસાઈડીંગ ઓફીસર સ્પે.નેગોશીએબલ ઈન્સ્ટૂમેન્ટ એકટની કોર્ટમાં, મું.રાજકોટ માં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંનકન કરી ફરીયાદીના વકિલ નીતલ એમ. ધુવની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી પરેશભાઈ પ્રવિણભાઈ દવે ને ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ-રપપ(ર) અન્વયે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્મેન્ટ એકટની કલમ-138ના ગુના સબબ તકસીરવાન ઠરાવી 1(એક ) વર્ષની સાદી કેદની સજા કરવામાં આવે છે. આરોપીએ કિમિનલ પ્રોસીઝર કોડની કલમ-354 (3) અન્વયે ફરીયાદીને વળતર પેટે રૂપિયા 26,22,000-00 અકે રૂપિયા છવીસ લાખ બાવીસ હજાર પુરા દિન-60 માં ચુકવી આપવા તથા, જો આરોપી સદર વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપીએ વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. ફરીયાદી મીનાબેન ઈલેશભાઈ ભુપતાણી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), રાજેશ કે. ધુવ (એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), આશિષ પી. ફટાણીયા (એડવોકેટ) રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular